સંતરામપુર, શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાને કાર્યક્રમને લઈને સંતરામપુર નગરમાં વિવિધ કાર્યક્રમોમાં સંતરામપુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાં સંતરામપુરના પીઆઇ કે.કે. ડીંડોર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે નગરના દરેક વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો. જેમાં બસ સ્ટેન્ડ વિસ્તાર ધાર્મિક સ્થળો લુણાવાડા રોડ, જાહેર માર્ગો પર દરેક જગ્યાએ કોઈ ઘટના ન બને તેની બાજ નજર રાખીને નગરના વિવિધ વિસ્તારોમાં ફૂલ પેટ્રોલિંગ કરીને બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો.