સંતરામપુર, સંતરામપુર નગરમાં છેલ્લા ધણા સમયથી આંખોના ચેપી રોગના દર્દીઓમાં સતત વધારો ઈ રહ્યો છે. સ્ટેટ હોસ્પિટલમાં 200 ઉપરાંત દર્દીઓ રોજ આંખના ચેપી રોગની સારવાર માટે આવી રહ્યા છે.
સંતરામપુર નગરમાં ચોમાસાની સીજનને લઈ મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ આંખોના ચેપી રોગના દર્દીઓ પણ સતત વધી રહ્યા છે. નગરમાં ધર દીઠ બે થી ત્રણ લોકોના આંખોના ચેપીરોગમાં સપડાયા છે. આંખના ચેપી રોગની સારવાર માટે સ્ટેટ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. હોસ્પિટલમાં દિવસ દરમિયાન 200 ઉપરાંત દર્દીઓને આંખના ચેપી રોગની દવા સારવાર અપાઈ રહી છે.