સંતરામપુર, સંતરામપુર નગરના બ્રાહ્મણ વડા વિસ્તારમાં રહેતા હરિઓમભાઈ મહેતા પોતાનું કામ પતાવીને ઘરે ગયા હતા. અચાનક છાતીમાં દુખાવો ઉપડો અને એક જ સેક્ધડની અંદર હૃદય રોગ નો હુમલો થવાથી તેમનું મોત થયેલું હતું. નગરમાં ભારે ચર્ચાનો વિષય પણ બની ગયો હતો. આજ રોજ સવારે અંતિમ ક્રિયા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એક જ મહિનામાં હાર્ટ એટેક થી બે-બે યુવાનોના મોત થયા હતા. એક માસ અગાઉ સંતરામપુર તાલુકા તાલુકા બ્લોક હેલ્થ કચેરીમાં ફાર્માસ્યુટ માં ફરજ બજાવતા મિનહાજભાઈ ગાજી નાઇટમાં નોકરી કરીને આવ્યા અને સવારે થોડીવાર સુવિધા છાતીમાં દુખાવો ઉપાડતા એટેક આવેલું હતું. આ રીતે સંતરામપુર નગરમાં એક જ મહિનામાં હૃદય રોગ હુમલા થી બે યુવાના મોત થયા હતા.