સંતરામપુર,
સંતરામપુર તાલુકાના ગોઠીબડા પંચાયતના સરપંચ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મંજુર થયેલ રસ્તાને જગ્યા એ બનાવવાની બીજી જગ્યા એ બનાવી મનમાની કરતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. આ બાબતે મુખ્યમંત્રી સુધી રજુઆત કરવાની તૈયારી કરાઈ.
સંતરામપુર તાલુકાના ગોઠીબડા પંચાયતના વિરાના ઘર થી નિનામા ફળીયા તેમજ રાવળ ફળીયા થી બીટગાર્ડ કવાર્ટર સુધીનો મુખ્યમંત્રી સડક યોજનામાં ૧૪ લાખના ખર્ચ મંજુર થયેલ હતો. ત્યારે ગોઠીબડા ગામના સરપંચ દ્વારા પોતાની મનમાની ચલાવીને મંજુર થયેલ જગ્યા એ રસ્તો નહિ બનાવીને બીજી જગ્યા એ રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઈ ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ બાતે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ બાબતે તાલુકાકક્ષા એથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સરપંચ દ્વારા જે જગ્યા માટે રસ્તો મંજુર થયો હતો. તેનું સ્થળ બદલીને વિકાસના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ બાબતે સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગોઠિબડા ગામના રસ્તાના જગ્યા હેતુફેરની તપાસ કરી કાર્યવાહી નહિ કરે તો સ્થાનિક સ્વરાજની ચુંટણીના બહિષ્કારની ચિમકી ઉચ્ચારવામાં આવી સાથે મુખ્યમંત્રી સુધી રજુઆત કરવાની તૈયારી ગ્રામજનો દ્વારા દર્શાવવામાં આવી છે.