સંતરામપુરના લીલવાસરમાં દિપડાનો આતંક : બે બકરાનુ મારણ કર્યુ

સંતરામપુર,સંતરામપુર અને સંજેલી તાલુકાની બોર્ડરની હદમાં લીલવાસર ગામ આવેલુ છે. લીલવાસરની બાજુમાં સંજેલી તાલુકાનુ જંગલ અને ડુંગરાળ વિસ્તાર આવેલો છે. ગ્રામજનો ધરમાં ઠાળિયામાં ગાય, ભેંસ, બકરી, બળદ સહિતના પશુઓને રાત્રિના સમયે બાંધી રાખવામાં આવે છે. ત્યારે આજુબાજુ ડુંગરાળ વિસ્તાર હોવાથી દિપડાનો આતંક દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે ત્યારે લીલવાસર ગામમાં રાત્રિના સમયે ઢાળિયામાં બાંધેલા બે બકરાઓને દિપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ ખડખડનો અવાજ આવતા ધરના લોકો ઉઠી જતા દિપડો ફરાર થઈ ગયો હતો. ગ્રામજનોએ ધટનાની જાણ વનવિભાગને કરાતા વનવિભાગ ટીમ ધટના સ્થળે પહોંચી હતી. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સંતરામપુર તાલુકાના લીલવાસર ગામે અચાનક દિપડાએ હુમલો કરી 2 બકરાનુ મારણે કરતા લોકોમાં ડર તેમજ ભયનો માહોલ સર્જાયો છે. અને વનવિભાગ દ્વારા પાંઝરૂ મુકીને દિપડાને પકડવા ગ્રામજનોએ માંગ કરી છે.

Don`t copy text!