સંતરામપુર કોઠીના મુવાડા ગામે બે વર્ષથી બંધ કરેલ રસ્તો તંત્ર દ્વારા ખુલ્લો કરાયો

સંતરામપુર\ સંતરામપુર તાલુકાના કોઠીના મુવાડા ગામે મુખ્યમંત્રી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પગી ગલાભાઈ વાઘાભાઈએ રસ્તો ખુલ્લો કરવા માટે અરજી કરી હતી. આ અરજીને ઘ્યાનમાં રાખીને સંતરામપુર મામલતદાર અને પોલીસ વિભાગ દ્વારા સ્થળ ઉપર જઈને આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જેમાં જુનો સર્વે નં-83 અને 94ની વચ્ચેથી પસાર થતો રસ્તો શંકરભાઈ કુબેરભાઈ પગી અને કુલ 12 ઈસમો ભેગા મળીને આ રસ્તાને બંધ કરી દીધેલ હતો. આ રસ્તો બંધ કરવાથી સોૈ ઉપરાંત લોકોને જવા માટે હાલાકી ભોગવવી પડતી હતી. બે વર્ષ સુધી આ લોકો પગદંડી એક કિ.મી.ચાલીને જતા હતા. અન્ય કામગીરી માટે સામાન લાવવા માટે માથે ઉંચકીને અને ચાર વ્યકિતઓ ભેગા મળીને ધર સુધી લાવવા માટેની અંદર તેમનો નિકાલ આવતા તાત્કાલિક સ્થળ ઉપર રસ્તો ખુલ્લો કરાવીને જેસીબી મશીનથી ખાડો પુરીને રસ્તો ખુલ્લો કરાયો હતો.