સંતરામપુર ખાતે સ્વામી વિવેકાનંદના જન્મ દિને યુવા દિવસની ઉજવણી

સંતરામપુર,

આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુર. એન એસ એસ યુનિટ અને વિવેકાનંદ કેન્દ્ર ક્ધયાકુમારી સંતરામપુર શાખા દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મદિન (12 January ) “યુવા દિવસ” ની શાનદાર ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે મુખ્ય વક્તા કેતનભાઇ પટેલ વડોદરાથી ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સ્વામી વિવેકાનંદના જીવન, કાર્ય અને વિચારો વિદ્યાર્થીઓ સમક્ષ મૂક્યા હતા. ભારતીય યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદના જીવનમાંથી વિદ્યાર્થીઓ પ્રેરણા લે અને રાષ્ટ્ર ઘડતરમાં સહભાગી બને એવી આશા વ્યકત કરી હતી. આજનો ઉત્તમ વિચારો વાળો યુવાન ભારતનું નવ નિર્માણ કરશે, ભારત વિશ્ર્વ ગુરૂ બનશે.એવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે પ્રિન્સિપાલ ડોક્ટર અભય પરમાર તેમજ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અમૃત ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ત્રણ ઓમકાર, શાંતિ પાઠ તથા પ્રાર્થના કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેમ-3 ના વિદ્યાર્થી રાઘવ ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજન અને વ્યવસ્થા કોલેજના એનએસએસ વોલેન્ટિયર તેમજ ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ સંભાળી હતી. વિવેકાનંદ કેન્દ્રમાંથી રાજનભાઈ, ભરતભાઈ સેવક, તેમજ ભરતભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કોલેજ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ સ્વામીજીને પુષ્પાંજલિ અર્પણ કરી મનમાં શ્રેષ્ટ સંકલ્પ લીધા હતા. આવનાર ઉતરાયણના તહેવારમાં પ્રાણી-પક્ષીઓને નુકસાન ન થાય તેવી રીતે ઉતરાયણ ઉજવવાની પ્રતિજ્ઞા લીધી હતી.