સંંતરામપુર,
સંતરામપુર ખુલ્લા પ્લોટમાં કચરો ઠાલવતા રખડતા પશુનો જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. સંતરામપુર નગરની સરદાર નગર સોસાયટીમાં નગરનો સફાઈ કામદાર દ્વારા કચરો ભેગો કરીને ખુલ્લા ફ્લોટોમાં ઠાલવવામાં આવે છે. સૌથી વધારે કચરામાં પ્લાસ્ટિકની ઝુલાઓ વધારે જોવા મળતી હોય છે. સતત બે માસથી આ ખુલ્લા પ્લોટમાં ચારે બાજુ જાહેર માર્ગ પર પ્લોટમાં ચારે બાજુ કચરો જોવા મળી રહ્યો હતો. આ ઢગલામાં નગરના ચારે બાજુના રખડતા પશુઓ અહીંયા આવીને મો મારતા હોય છે. જેમાં સૌથી વધારે રખડતા પશુઓ પ્લાસ્ટિક વાગોળતા હોય છે. પ્લાસ્ટિક ખાધા પછી કેટલીક વારતો પશુઓની તબિયત પણ બગડતી જોવા મળી રહેલી હોય છે. રખડતી ગાયો અને પશુઓ મૂંગા પશુઓને ખાવાનું ન વાળતા આવા ખુલ્લામાં ઠાલવેલા પ્લાસ્ટિકનો કચરાઓ ખાઈને પશુનો જીવ જોખમ વધી રહ્યો છે. કેટલીક વાર પાલિકાના ચીફ ઓફિસર અને સફાઈ કામદારને નગરજને રજૂઆત કરવા છતાંય કોઈ ધ્યાન આપવામાં આવતો નથી અને વારંવાર અહીંયા કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ગમે ત્યારે પણ આવો કચરો ખાવાથી મોંઘા પશુઓની જીવ ગુમાવવાની ઘટના બને તો જવાબદાર કોણ સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે દરેક પ્રકારનો કચરો ઠાલાવવાથી દુર્ગંધ પણ ફેલાતી હોય છે આરોગ્ય માટે પણ હાનિકારક બની શકે છે. વહેલી તકે આ ખુલ્લા પ્લોટમાં કચરો ના ઠળવાય તે માટે નગરજનો ઇચ્છિ રહ્યા છે.