સંતરામપુર ખરસોલીના યુવાને ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

સંતરામપુર, સંતરામપુર તાલુકાના ખરસોલી ગામે કિરણભાઈ કાળુભાઈ ખાટા ધરમાં એકલા રહેતા હોવાથી પરિવારના સભ્ય તેમને જમવાનુ આપવા ગયા ત્યારે યુવાને ધરમાં મોભ ઉપર ખાટલાની નાયલોનની પાટી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ ધટના બનતા આજુબાજુથી ગ્રામજનો અને પરિવારજનો દોડી આવી સંતરામપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ધટના સ્થળે દોડી આવી મૃતદેહને ઉતારી સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં પી.એમ.અર્થે મોકલી આપ્યો હતો. આ અંગે પરિવારના સભ્ય મસુરભાઈ અરજનભાઈ ખાટાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.