
સંતરામપુર -કડાણા મુખ્ય માર્ગ ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં રીકાર્પેટ કરવામાં આવ્યું હતું. જોકે, ગરમીના પ્રકોપમાં રોડ પર ડામર ઓગળી જવાથી વાહન ચાલકો અને રહેદારીઓ માટે અકસ્માતનું નિર્માણ કરવામાં આવ્યું હોય તેવું જોવા મળ્યું હતું.
દીવડા કોલોની બહારના બસ સ્ટેન્ડ ચોકડી આવેલ કડાણા -સંતરામપુર મુખ્ય માર્ગ રાજસ્થાન ને જોડતો મુખ્ય માર્ગ છે. અહીંયા દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થાય છે. આ રસ્તા ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગંભીર બેદરકારી ભર્યું કામ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા ઉપર ઠીંગડા મારવા રોડનું સરફેસિંગ કરીને તેના પર સીલકોટ કરવામાં આવ્યું હતું. જેમાં ડામરના મીશ્રણની રસ્તાને રીકાર્પેટ કરવાની કામગીરી ભર ઉનાળામાં કરવામાં આવી રહી છે. એક તરફ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે રસ્તા ઉપર ડામર પીગળવાના અનેક બનાવો બની રહ્યા છે. જેના કારણે લોકો અકસ્માત ભોગ બને છે, પરંતુ અહીતો માર્ગ અને મકાન વિભાગેજ અકસ્માત સર્જાય તેવી કામગીરીનું સર્જન કરી માત્ર દેખાવ પુરતી કામગીરી અધુરી મુકી લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું દેખાય રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્રારા મુખ્ય રસ્તા પર માત્ર ડામર પાથરી ગાયબ થઇ જતા રાહદારીઓ માટે રસ્તો પાર કરવો મુશ્કેલ બની ગયો છે. રસ્તા ઉપર પાથરેલ ડામર ગરમીમાં ઓગળી જવાના કારણે વાહનો અને રાહદારીઓ માટે આ રસ્તો પસાર કરવો મુશ્કેલી બની ગયો છે. ત્યારે ઉનાળાની ગરમીમાં રસ્તા ઉપર ડામર પાથરી અકસ્માત નોતરે તેવી અધુરી કામગીરી મુકી ગાયબ થયેલ માર્ગ અને મકાન વિભાગ સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.