
સંતરામપુર,
સંતરામપુરમાં જૈન સમાજ ધંધા રોજગાર બંધ પાડીને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યો. ઝારખંડ સરકાર દ્વારા જૈન સમાજનું તીર્થધામ પાસ પર્યટન સ્થળ બનાવવા માટેનું જાહેરાત કરેલી હતી, પરંતુ જૈન સમાજ દ્વારા આ સ્થળ ઉપર ગુજરાત ભરમાં અને સંતરામપુર માંથી પર્યટન સ્થળ ના બનાવવા માટે વિરોધ કરવામાં આવેલ હતો. સંતરામપુર જૈન સમાજ આજે ધંધા રોજગાર બંધ પાડીને જૈન મંદિર પાસે ભેગા થઈ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરેલો હતો. જૈન મંદિર પાસેથી મોટા બજાર, અંબિકા લોજ, ટાવર રોડ, મામલતદાર કચેરી પાસે આવીને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપેલું હતું. સમાજના સંયુક્ત તમામ વડીલો, બાળકો, મહિલાઓ તમામ આ રેલીમાં જોડાઈને વિરોધ કરીને આવેદનપત્ર આપેલું હતું. ત્યારબાદ સંતરામપુરના પ્રાંત કચેરી ખાતે પણ આવેદનપત્ર આપવામાં આવેલું હતું. સમાજના વડીલો વિનોદભાઈ ઘડિયા, લાલભાઈ ઘડિયા, હિમાંશુ ગાંધી, નિલેશભાઈ ગાંધી, યોગેશભાઈ ભુતા, મહાવીર જૈન તમામ ભેગા મળીને આજે આવેદનપત્ર આપવામાં આવેલું હતું. ત્યાર પછીએ સંતરામપુર પ્રાંત કચેરી પણ આવેદનપત્ર આપેલું હતું.