
સંતરામપુર,
જાહેર રસ્તા પર આ કોઈ બીમાર માણસ નથી પરંતુ દેશી દારૂ પીને ભાન ભૂલી ગયેલો દારૂડિયો છે. સંતરામપુર 123 વિધાનસભા ચૂંટણીનો માહોલ ચાલી રહેલો છે અને ચૂંટણીના માહોલમાં ચૂંટણી પંચ દ્વારા કડક અને ચુસ્ત પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા ગોઠવેલી છે, પરંતુ જાહેરમાં દારૂ પીને માર્ગ ઉપર પડેલો વ્યક્તિ જોઈને કહી શકાય છે કે સંતરામપુરમાં હજુ પણ દેશી દારૂ ઉપર કોઈ પ્રતિબંધ છે નહીં સંતરામપુર નગરની નગર પાલિકાની બાજુમાં અને કોર્ટની બાજુમાં દારૂ પીને પીધેલી હાલતમાં તસવીર જોઈ શકાય છે. જો ખરેખર દેશી દારૂ પર પ્રતિબંધ મુકેલો હોય અને વેચાણ જો બંધ કરેલું હોય તો આ રીતે જાહેર માર્ગો પર પીધેલી હાલતમાં બે બંધ થયેલો જોવા ના મળતો આના પરથી સાબિત થાય છે કે સંતરામપુરમાં દેશી દારૂ તો વેચાય છે.