સંતરામપુર,
સંતરામપુર સહિત આંતરિયાળ ટ્રાઈબલ વિસ્તારના ગરીબ દર્દીને પૈસા ખર્ચ ન કરવા પડે તે માટે સરકારી દવાખાનામાં આવતા હોય છે. પરંતુ સરકારી દવાખાનામાં પણ મોટી ખામીઓ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનાથી હોસ્પિટલમાં ડાયાબીટીસના દર્દીઓને ચેકઅપ કરવા માટેનુ મશીન ન હોવાના કારણે દર્દીઓને બજારમાં રૂ.40 થી 50 ખર્ચ કરીને ડાયાબીટીસ ચેકઅપ કરાવવુ પડતુ હોય છે. જેના કારણે ગરીબ દર્દીઓને હાલાકી પડી રહી છે. આ અંગે સ્ટેટ હોસ્પિટલ ઈન્ચાર્જ સુપ્રિ.જણાવ્યુ હતુ કે, ડાયાબીટીસનુ મશીન છે પરંતુ તેની ચેકઅપ કરવાની સ્ટિકઅપ ખલાસ થઈ ગઈ છે ટુંક સમયમાં આવી જશે. જયારે બીજી બાજુ હોસ્પિટલમાં તપાસ બાદ ડોકટર દર્દીઓને દવા તો લખી આપે છે પરંતુ હોસ્પિટલમાં દવાઓનો સ્ટોક ન હોવાથી ગરીબ દર્દીઓને બજારમાંથી વેચાતી દવા લાવી પડતી હોય છે. મોંઘવારીના સમયમાં બહારથી મોંઘી દવા લાવવાનુ ન પોસાતા બિમાર દર્દી પુરતી સારવાર પણ કરાવી શકતા નથી.