સંતરામપુર હાટ બજારમાંં કુકડા વેચતા વેપારી પાસે એપીએમસી કુકડા પાછળ 5 રૂપીયા ટેકસ વસુલ્યો

સંતરામપુર તાલુકાના આજુબાજુના ગામડાના કુકડા પશુઓનું ઉછેર કરીને સંતરામપુર હાટ બજારમાં તેનું વેચાણ કરવા માટે આવતા હોય છે. સુખસર,ઝાલોદ, ફતેપુરા, હીરાપુર તમામ જગ્યાએથી ગામડાના લોકોનું વેચાણ માટે આવતા હોય છે. એપીએમસીના નિયમ મુજબ એક વ્યક્તિ દીઠ પાંચ રૂપિયા લેવાના હોય છે, પરંતુ નંગ મુજબ તેની સંખ્યા મુજબ ખોટી રીતે એક કોટડા પર પાંચ રૂપિયા ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે અને વસૂલાત કરવામાં આવી રહ્યું છે. ખરેખર તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીનું માર્કેટ ઘણા વર્ષોથી ખંડેર જોવા મળી આવેલું છે અને બંધ હાલતમાં છે. ખરેખર તો તેમને એક્સ વસૂલાત કરવાનો અધિકાર જ નથી. અત્યારે મંગળવારના હાટ બજારમાં ગોધરા બસ સ્ટેન્ડ, વિસ્તારમાં નગરપાલિકા વિસ્તારની અંદર રોડ ઉપર જ કુકડાઓ અને પશુઓનું વેચાણ કરતા હોય છે, તેમ છતાં તેમની પાસેથી ટેક્સ વસૂલ કરવામાં આવતો હોય છે. પશુઓ લઈને આવતા વેપારીઓને આજદિન સુધી એપીએમસીના તરફથી કોઈપણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવેલ નથી કે તેમને લાભ આપવામાં આવેલ નથી. તેમ છતાંય તેમની પાસે ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે. વ્યાપારીઓ પાસેથી પૂછતા માહિતી મળી કે અમારે સુખસર, ઝાલોદ દરેક વિસ્તારોમાં વેચાણ કરવા બેસીએ ત્યારે પાંચ રૂપિયા ફક્ત ફી વસુલાત કરવામાં આવી રહી છે. અહીંયા તો અમે સંતરામપુરમાં જેટલી પણ કૂકડાની સંખ્યા લાવીએ એટલે ગણતરી મારીને અમને પાવતી આપી દે છે અને અમારી પાસેથી ખોટી રીતે ટેક્સ વસુલાત કરે છે. ઘણીવાર અમારી પાસે માંડ ભાડું ખર્ચીને આવતા હોય છે. અમારી પૈસા ના હોય તેમ છતાંય બળજબરીથી પાવતી આપીને રકમની વસુલાત કરતા હોય છે. અમારી પાસે ખોટો ટેક્સ વસુલાત કરાય છે.