સંતરામપુર ગ્રામ્ય વિસ્તારના રોજીરોટી માટે હિજરત કરેલ શ્રમિકો મતદાન માટે વતન પહોંચ્યા

સંતરામપુર,

મતદારોમાં ઉત્સાહ પ્રથમવાર એવું બની રહ્યું છે કે, સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના હિજરત કરી ચૂકેલા શ્રમિકો પોતાના પરિવાર સાથે હોળી અને દિવાળીના તહેવારે જ પોતાના વતનમાં આવતા હોય છે, પરંતુ આ વખતે 123 વિધાનસભાની ચૂંટણીના અનુલક્ષી લઈને પોતાનો મતનો અધિકાર માટે મત આપવા માટે પોતાની મરજીથી બહાર ગયેલા શ્રમિકો હિજરત કરી ચૂકેલા સૌરાષ્ટ્ર, કચ્છ, ભુજ, અંજાર, સુરત, બરોડા, અમદાવાદ વગેરે શહેરોમાં રોજીરોટી મેળવવા અને રોજગારી માટે આજે સંપૂર્ણ શ્રમિકો હિજરત કરેલા સવારથી જ ખાનગી વાહનો અને બસોમાં ખીચો ખીચ ભરેલા બસ સ્ટેશન પર ઉતરીને પોતાન વતન તરફ આવી પહોંચેલા હતા. તંત્રની મતદાર જાગૃતિનો અને ઉમેદવારોની ચાહના કારણે મતદારો 500 થી 1000 કિલોમીટર બસમાં મુસાફરી કરીને આજે મતદાન કરવા માટે પોતાના વતનમાં આવી પહોંચ્યા હતા. આ રીતે કહી શકાય છે કે, હવે ધીરે ધીરે મતદાન કરવું મતદાન કરવા માટેની જનજાગૃતિ દેખાઈ આવી ચૂકી છે.