સંતરામપુર ગોધરા ભાગોળ ચોકડી થી કારગિલ પેટ્રોલ પંપ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં પાલિકા દર વર્ષે રીપેરીંગ અને ખાડા પૂરવાના લાખો રૂપિયાના બિલ ચૂકવે છે અને મૂકે છે. સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારમાં કારગિલ પેટ્રોલ પંપ સુધી નાના મોટા થઈને 32 ખાડાઓ જોવા મળી આવેલા છે. સંતરામપુર નગરપાલિકામાં સ્થાનિક રહીશ હોય રસ્તો બનાવવા માટે અને રીપેરીંગ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાંય આ દિવસ સુધી આ રસ્તાની કામગીરી કરવામાં આવેલી નથીવાહન ચલકો અને રહીશોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે.
મળતી માહિતી મુજબ આ રસ્તો બનાવવા માટે રીપેરીંગ માટે પાલિકાએ દર વર્ષે લાખો રૂપિયા બિલ મૂકવીને ચૂકવી દે છે, કઈ રીતે બિલ ચૂકવેએ પણ ખરેખર તપાસમાં વિષય બન્યો છે. અત્યારે સંતરામપુરમાં એટલી પરિસ્થિતિ ખરાબ છે કે રોડના ખાડા ખાડા પડી ગયેલા છે અને અકસ્માત થાય તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે. ઠેરઠેર વરસાદી પાણી ભરાવ મોટા મોટા ખાડાઓ આ પાલિકાને જરાય જોતો જ ખબર પડતી નથી. ચોમાસા દરમિયાનમાં વારંવાર ખાડા પડી જાય અને રસ્તો ખરાબ થઈ ગયેલો છે. વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી લોકમાં ઉભી થયેલી છે. અમે નગરપાલિકા ખાડા પૂરવા માટે અને બનાવવા માટે વારંવાર રજૂઆત કરી કરીને થાકી ગયા છે. હવે રજૂઆત કરવાનું બંધ કરી દીધું છે કે, નગરપાલિકા હવે અમારો સાંભળવા જ નથી માંગતી મારા ઘર આંગણે જ મોટા ખાડો પડી ગયો છે અને મારી 70 થી 80 વર્ષની ઉંમર છે. મારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી છે.:- સ્થાનિક રહીશ મણીલાલ પ્રજાપતિ