સંતરામપુર ગાયત્રી શકિતપીઠ ખાતે ગુરૂ પૂર્ણિમા દિવસે હવન કરાયું

સંતરામપુર, સંતરામપુરમાં ગુરૂપૂર્ણિમા દિવસ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં હવન અને યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જ્યારે સંતરામપુર નગરમાં ગુરૂપૂર્ણિમાના દિવસ નિમિત્તે અલગ અલગ મંદિરોમાં સવારથી દર્શન માટે ભીડ જામેલી હતી. જ્યારે બીજી બાજુ કબીર મંદિર આશાપુરા માથે ગાયત્રી મંદિર ભાવિ ભક્તો પોતાના ગુરૂજીને ગુરૂપૂર્ણિમાના દિવસ માટે દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જ્યારે આજરોજ સંતરામપુર ગાયત્રી મંદિરમાં મોટી સંખ્યામાં હવન અને યજ્ઞનો કાર્યક્રમ યોજાયેલો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ યજ્ઞમાં જોડાયા હતા. ગુરૂપૂર્ણિમા દિવસ નિમિત્તે આખો દિવસ મંદિરમાં યજ્ઞનો કાર્યક્રમ ચાલુ રહ્યો હતો અને મોટાભાગનો ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે હવનની અંદર રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી હવન અને યજ્ઞમાં જોડાયા હતા.