![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/07/IMG-20230704-WA0013-1024x768.jpg)
સંંતરામપુર, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે અખિલ વિશ્ર્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો. જેમાં 800 જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના વ્યવસ્થાપક રામજીભાઈ ગરાસીયાએ સફળ સંચાલન કર્યું હતું.