સંતરામપુર ગાયત્રી મંદિર ખાતે પંચકુંડી યજ્ઞમાં શિક્ષણમંત્રી હાજર રહ્યા

સંતરામપુર, સંતરામપુર મુકામે કેબિનેટ આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો.ડો. કુબેરભાઇ ડિંડોર સાહેબે ભારતીય સંસ્કૃતિના પાવન પર્વ રક્ષાબંધન અને સંસ્કૃત દિવસ નિમિત્તે ગાયત્રી મંદિરે સહપરિવાર સાથે પંચકુંડી યજ્ઞમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું સાથે પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ કાર્યક્રમમાં સોળ સંસ્કારો પૈકીના બે સંસ્કારોનું નામકરણ તેમજ ઉપનયન સંસ્કાર વિધિ કરવામાં આવી તથા સર્વે ભક્તો, બહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી.

આ પ્રસંગે તાલુકા મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ, શાંતિલાલ પટેલ, દિનેશભાઈ, યુવા નેતા સચિનભાઈ શાહ, સહિત પાર્ટીના કાર્યકર્તાઓ, ગાયત્રી પરિવારના ઉપાસકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.