સંતરામપુર ગડા થી બાબરોલ ભારે વરસાદના કારણે રસ્તો તૂટી જતા કામના લોકો વિહોણા બન્યા સંપર્ક તૂટ્યો

સંતરામપુર, સંતરામપુર તાલુકાના ગડા થી બાબરોલ વચ્ચે રસ્તો બે દિવસમાં ભારે વરસાદ પડતા રસ્તા નો ધોવાણ અને તૂટી જવાના કારણે સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. જેના કારણે બાબરોલ, ગડા, સુરપુર તમામ ગામના લોકોને 15 કિલોમીટર વાયા ઉખરેલી થઈ સંતરામપુર આવું પડતું હોય છે. બે દિવસની અંદર ગામના લોકોને ભારે હાલાકી અને મુશ્કેલી પડી બાબરોલ થી ગડા સંતરામપુર આવવા માટે પાંચ કિલોમીટર થાય છે. ગડા ગામનો રસ્તો ધોવાઈ જવાના કારણે અને રસ્તો બંધ થઈ જતા 15 કિલોમીટર અંતર કાપીને જવું પડતું જોઈએ આના કારણે લોકો મોટાભાગના મુશ્કેલી વેઠી રહેલા છે. આ બાબતની સરકારી રજૂઆત કરવા છતાં આદિન સુધી આ ગામની અંદર કોઈએ પણ મુલાકાત લીધી નથી. મોટાભાગના વાહનો અવરજવર કરતા બંધ થઈ ગયા સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો, બે વર્ષ અગાઉ જ ગડા ગામે આ પુલડુ બનાવવામાં આવેલું હતું. વરસાદના કારણે ગડા અને બાબરોલ વચ્ચે બે ભાગ પડી જતા સંપૂર્ણ વહેવાર બંધ થઈ ગયો જોવાયેલો છે. શાળા કોલેજમાં બાળકોને આવવા માટે સંતરામપુર 15 કિલોમીટર અંતર કાપીને જવું પડે છે, તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. રસ્તો ધોવાઈ જવાના કારણે ગુણવત્તા વગરની કામગીરી અને કામગીરીમાં વેઠ ઉતારી તેવા ગ્રામજનોમાં ચર્ચાનો વાયુ વેગ પકડયો છે, આવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે. લાખો રૂપિયા ખર્ચીને બનાવેલો પુલડું અને રસ્તો ધોવાઈ ગયો હવે ખરેખર આ બાબતનો પણ તપાસનો વિષય બન્યો છે.