સંતરામપુરમાંં ધોધમાર વરસાદને લઈ પાણીના નિકાલના અભાવે રસ્તા ઉપર પાણી ભરાયા

સંતરામપુરમાં વરસાદે ફરી બે દિવસમાં ભુક્કા બોલાવ્યા ગામની અંદર પાણી પાણી બે દિવસના વિરામ બાદ સંતરામપુરમાં ફરી વરસાદે ભુક્કા બોલાવી નાખ્યા. સંતરામપુર ગરાડીયા રોડ ઉપર પાણીનો નિકાલ ના થવાના કારણે રોડ ઉપર જ ઢીંચણ સુધી પાણી આવ્યું વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા એક કલાક સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો જ્યારે બીજી બાજુ ખેતરમાં તળાવની જેમ પાણી ભરાઈ જતા ડાંગર અને મકાઈ બંને પાક ધોવાઈ ગયા ચોમાસુ પાક નિષ્ફળ ગયો અને લીલો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ.

જ્યારે સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે માળી ફળિયામાં બે કાચા મકાનો ધસાયા બે કાચા મકાનો પડવાથી એક મકાનમાં બે વ્યક્તિઓની એકબીજા મકાનમાં કુલ છ વ્યક્તિ રહેતા હતા, પરંતુ બંને મકાનના ઘરના માણસો જાગતા હોવાના કારણે તમામ નો બચાવ થયો હતો વરસાદના કારણે બંને મકાનો પડતા ધોળાદળ ધડાધડ આવવા જ આવ્યો અને બૂમ બરોડા કરી મુકતા આજુબાજુના ગામ દોડી આવેલા હતા અને તાત્કાલિક ઘરની અંદર સભ્યો બધા બહાર નીકળી ગયા હતા અને તમામનો આબાદ બચાવ થયેલો હતો, પણ આ બંને પરિવારને અત્યાર સુધીમાં સરકારી આવાસનો લાભ પણ નથી મળ્યો તેવું મકાનમાલિકો જણાવ્યું હતું.

પરંતુ સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તાર ઉખરેલી રોડ લુણાવાડા રોડ દરેક જગ્યાએ રોડ ઉપર વરસાદી પાણીનો નિકાલ ના હોવાના કારણે પાણી થઈ ગયું હતું અને નગરમાં આવેલી તમામ કોમ્પલેક્ષોમાં ભોયરાની દુકાનોમાં ના વેપારીઓ પાણી ભરાઈ જતા જનરેટર દ્વારા દિવસભર પાણી બહાર કામકા કરવાનું કાઢી રહ્યા હતા. વેપારીને પણ ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળેલી હતી અને મોટાભાગનો પાણી ભરાઈ જવાના કારણે નુકસાન પણ થવા પામેલું હતું, પરંતુ સરકારી તંત્ર દ્વારા હજુ પણ સંતરામપુર નગર માંથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ સહકાર મળેલો જ નથી.

ગામની અંદર દિન પ્રતિદિન પરિસ્થિતિ ખરાબ જોવા મળીને આવેલી છે. જ્યાં દેખો તો પાણીનો ભરમાર નિકાલ ના થવાના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા વરસાદના કારણે મોટા મોટા ખાડા પડી જવાના કારણે નાના-મોટા વાહન ચાલકો ખાડામાં પડ્યા અને અકસ્મતો સર્જાયા તંત્ર દ્વારા તાબડતો જ ખાડા પૂરવાની કામગીરી કરે તેવા નગર જવાની માંગ પણ ઊભી થયેલી છે.