
સંતરામપુર નગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પીપી કીટ પહેર્યા વિના ટેસ્ટ કર્યા સંતરામપુર નગરમાં ઘણા સમયથી આરોગ્ય વિભાગ દ્વારા અને કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગ દ્વારા સંતરામપુરના નાના મોટા વેપારીઓ અને અન્ય વ્યક્તિઓના કોરોના ટેસ્ટની તપાસણી કરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ આજરોજ પ્રતાપપુરા વિસ્તારમાં ધનવંતરી ગાડીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોનાવાયરસની ટેસ્ટિંગ કરવા માટે આવેલા હતા કર્મચારીઓ ટેસ્ટ કરતી વખતે સરકારી નીતિ નિયમ મુજબ પીપી કીટ અવશ્ય પહેરવાની ફરજ પડતી હોય છે આરોગ્ય વિભાગના કર્મચારી નીતિ નિયમ નેવે મૂકીને પીપી કીટ પહેર્યા વિના જ કોરોના ટેસ્ટ કરવા લાગીયા હતા.