સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં પાણી નિકાલ માટે નાળામાં પુરાણ કરતા રહેણાંક અને દુકાનોમાં પાણી ભરાયા

સંતરામપુર, સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં પાણીના નિકાલ માટેનો નાળાનો પુરાણ કરી દેતા સોસાયટી વિસ્તારના અને દુકાનોમાં પાણી ભરાયા સોસાયટી વિસ્તારના રહીશો ભોગવેલી હાલાકી. સંતરામપુર નગરમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરેલા જોવા મળી આવેલા છે. જ્યારે સંતરામપુર નગરના કોલેજ રોડ વિસ્તારની અંદર પાણીના નિકાલ માટે નાણું પૂરી દેવાના કારણે પાણીનું નિકાલ થતો બંધ થઈ ગયો. મકાનના માલિક અને દુકાનના માલિક તળહાનભાઈ ગાજીના ચાર દુકાનોના અંદર પાણી ભરાયા. મામલતદારમાં પણ રજૂઆત કરી તેમ છતાં ખુલ્લું કરવામાં આવેલ ન હતું. સામ સામે બંને સાઈડમાં નાડુ પુરી જવાના કારણે સોસાયટી વિસ્તારના રહીશોને પાણીનો નિકાલ ના થતા હાલાકી ભોગવવાનો વારો આવેલો છે. આ અંગે સોસાયટી વિસ્તાર રહીશો પણ અગાઉ પણ કલેકટર પ્રાંત કચેરી અને ઉચ્ચતર પણ રજૂઆત કરેલી હતી. સરકારી નાળુ પૂરી દેવાના કારણે આજે મોટાભાગની સોસાયટી વિસ્તારના રહીશો પાણી ભરાઈ જતા હાલાકી ભોગવવાનો વારો આવેલો છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. તંત્ર સામે પણ ભારે રોષ જોવા મળેલો હતો. જો ટૂંક સમયની અંદર આ નાળું ખુલ્લું કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની જાણકારી છે. એક નાળાના કારણે 100 ઉપર સોસાયટીના રહીશોને હાલાકી ભોગવી રહેલા છે.