સંંતરામપુર,સંતરામપુર નગરમાં ઘણા સમયથી રખડતા પશુઓ અને આખલાઓનો ત્રાસથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જાનહાનિ વાહનોને નુકસાન નુકસાન પહોંચાડતા હોય છે, પરંતુ પાલિકા રખડતા પશુઓને પકડવા માટે નિષ્ફળ ગઈ આજે સવારે કોલેજ રોડ વિસ્તારમાં હડકાયેલા આખલાય ત્રણને બચકા ભર્યા અને ઈજા પહોંચાડી હતી. એક બાજુ ધોરણ 10 અને 12 ની મુરલીધર હાઇસ્કુલમાં પરીક્ષા ચાલી રહેલી છે. બોર્ડની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રોડ પરથી આવતા હોય છ.ે જ્યારે બીજી બાજુ આખલા તોફાની બની જતા રોડ ઉપર દોડધામ કરી મૂકી હતી અને અને તેને સ્વીકાર બનાવે છે સરદાર નગર સોસાયટી નંદનવન સોસાયટી ગણેશ સોસાયટી ગોકુલનાથજી સોસાયટીમાં દરેક જગ્યાએ આ આખલો તોફાન કરી મૂકેલું હતું. હડકાયેલો થતા ત્રણને બચકા પણ ભર્યા તેને ગંભીર ઈજા પણ પહોંચાડેલી હતી. આવી સવાની ઘટના બનતા આજુબાજુના સ્થાનિક રહીશું અને વેપારીઓમાં ભારે ડર જોવા મળી આવેલો હતો અને વારંવાર આ અંગે પાલિકામાં પર રજૂઆત કરવા છતાંય ધ્યાન આપવામાં આવેલ ન હતું. બે દિવસ અગાઉ શિકારી ફળિયામાં ઘર આંગણે મૂકેલી એકટીવાની બે આખલા સામસામે લડાતા એકટીવાના ભુક્કા બોલાવી નાખેલા હતા. આવી રીતે રોજના રોજ મુકેલા વાહનોને પણ નુકસાન કરે છે અને અવર-જવારકાતા માણસને પણ રોજ એક ઘટના બનતી જાય છે, પરંતુ પાલિકા રખડતા પશુઓને પકડવા માટે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરી જ નથી. ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાંય તેનો અમલ કરવામાં નગરપાલિકા બિલકુલ નિષ્ફળ ગયેલી છે. નગરમાં સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોજ જોવા મળી આવેલો છે. કારગીલ પેટ્રોલ પંપથી આખલો દોડતો આવીને મુકેલા વાહનોને રસ્તા પર જતા માણસને પાડી દીધો હતો અને નુકસાન પહોંચાડેલું હતું. આવી ઘટના રોજ બને છે.