મહીસાગર, સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલનાર છે.
મહીસાગર જીલ્લામાં 15 ઓક્ટોબર થી આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર જીલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. લોકો સ્વયંભૂ આ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કરી રહ્યા છે.
“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સંતરામપુર બસ સ્ટેશનમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અને બસ સ્ટેશન વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. સંતરામપુર નગરપાલિકા સફાઈ કર્મચારીઓ સાથે એસ.ટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને બસ સ્ટેશનની સફાઈ હાથ ધરી હતી.