સંતરામપુર બી.ઓ.બી.લોન કૌભાંડના 5 આરોપીના જામીન નામંજુર કરતી કોર્ટ

સંતરામપુર, સંતરામપુરના બીઓબીના 10 એજન્ટોએ અન્ય 25 વ્યકિત સાથે મળીને કાવતરૂ રચ્યુ હતુ. એજન્ટો, લોન જમીનદારો સહિતના 35 ઈસમોએ બેંકમાં લોક ધારકોએ પોતે પ્રાથમિક શિક્ષક, પોસ્ટમેન, પોસ્ટલ આસિ.તેમજ પોસ્ટલ મેનેજર તરીકે નોકરી બજાવતા હોવાનુ જણાવ્યુ હતુ. ભેજાબાજોએ ખોટા ડોકયુમેન્ટને સાચા તરીકે ઉપયોગ કરી નવા બજારની બીઓબીમાંથી કુલ 3,55,75,000/-ની પર્સનલ લોન મેળવી બેંક સાથે છેતરપિંડી કરી હોવાની 35 વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપીઓ પૈકી મોનાબેન રવિન્દ્ર ગરાસિયા (રહે.લીમડીયા,તા.ફતેપુરા), અસ્મિતા પ્રદિપ મછાર(રહે.જેતપુર, તા.ઝાલોદ), કોકીલાબેન કડવાભાઈ નિરસતા(રહે.ગામડી, તા.ઝાલોદ),જસપાલ ઉર્ફે પિંટુ તેરસીંગ બામણીયા(રહે.ફતેપુરા)અને રવિન્દ્ર ભરત ગરાસિયા(રહે.ફતેપુરા)એ આગોતરા જામીન અરજી મહિ.કોર્ટમાં રજુ કરતા અરજીની સુનાવણી મહિ.ના એડિ.સેશન્સ જજ જે.એન.વ્યાસની કોર્ટમાં થતાં બચાવ પક્ષના વકીલો અને ફરિયાદ પક્ષના જિલ્લા સરકારી વકીલ સર્જન ડામોરની લંબાણ પુર્વકની દલીલો સાંભળ્યા બાદ એડિ.સેશન્સ જજ જે.એન.વ્યાસે આરોપીઓની આગોતરા જામની અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.