
સંતરામપુર,
સંતરામપુર નગરમાં બેંક ઓફ બરોડામાં સંતરામપુર શાખામાં છેલ્લા છ માસમાં બેંકના ચોથી વાર કોરોના પોઝીટીવ આવતા તંત્ર એકશનમાં આવ્યું. સંતરામપુર બેંક ઓફ બરોડામાં તમામ કર્મચારીઓની કોરોના ટેસ્ટ કરવામાં આવેલા હતા.
બેંક મેનેજરને પોઝિટિવ કેસ આવતા આજે બેંકની સંપૂર્ણ કામગીરી બંધ રાખવામાં આવેલી હતી. વારંવાર બેંક ઓફ બરોડામાં કોરોનાના કેસ પોઝીટીવ આવતા ભારે ફફડાટ અને ડર જોવાયો છે. બેંકમાં ખાતેદારો આવતા ગભરાતા હોય છે, હવે ધીરે ધીરે પૂર્ણા કેસો સંતરામપુર નગરમાં પ્રમાણ વધી રહ્યું છે. સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું નથી. હવે દરેક જગ્યાએ જાહેર ઓફિસમાં બસ સ્ટેશન એસટી વિભાગ ખાનગી વાહનો દુકાનો હોટલો દરેક જગ્યાએ ભીડ અને ટોળાઓ જોવા મળી રહ્યા છે. હવે સરકારી તંત્ર દ્વારા કડક વલણથી નિયમનું પાલન કરવામાં આવે તે જરૂરી બન્યું છે.