સંતરામપુર,આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેર, શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી વીંઝોલ ના સયુક્ત ઉપક્રમે ડો. બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિત્તે “ડો. બાબાસાહેબ આંબેડકર અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ “વિષય પર ભવ્ય સેમિનારનું આયોજન.
તા.14/4/23 ના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ, ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદના પ્રમુખ વનરાજસિંહ ડામોર, અધ્યાપક મંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવ, લીમખેડા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ગોપાલ શર્મા , સિવિલ હોસ્પિટલ અમદાવાદના કિડની હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગના વડા પરમાર,ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં EC મેમ્બર અજય સોની વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે એક દિવસિય સેમીનાર યોજવામાં આવ્યો. કોલેજના પ્રિન્સીપાલ અભય પરમાર મહેમાનોનું શબ્દો થી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ ડો. આંબેડકરના જીવન, કાર્ય અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ડો.આંબેડકરની ભૂમિકા વિશે સુંદર વકતવ્ય આપ્યા હતા. આ પ્રસંગે ડો.બાબાસાહેબ આંબેડકર જીવન અને કાર્ય વિષય પર પ્રકાશિત પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં અધ્યાપકો, પીએચડી શોધાર્થીઓ, નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.