સંતરામપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના હિન્દી વિભાગના મુન્શી પ્રેમચંદની જન્મ જયંંતિની ઉજવણી કરાઈ

સંતરામપુર, આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર, હિન્દી વિભાગ દ્વારા મુન્શી પ્રેમચંદ જન્મ જયંતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિથી વિશેષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રો.ડો.બી.કે ક્લાસવા પધાર્યા હતા. વર્તમાન સમયમાં મુન્શી પ્રેમચંદજીના સાહિત્યનું મહત્વ, ટેકનોલોજીનો ઉપયોગ, પત્રકારિતા, સમાજ, સાહિત્ય અંગે પોતાના ધારદાર વિચારો વ્યક્ત કર્યા હતા. ‘કફન’ કહાની અંગે એક એક શબ્દનું સટીક વિશ્લેષણ કર્યું હતું. ચુલ્હામાં આગ ન સળગવી ગરીબીનું પ્રતીક છે. આજે પણ ગરીબી શા માટે છે, તે અંગે વિશ્લેષણ કરવા જેવું છે ? પ્રો.ડો.ક્લાસવા દ્વારા કહાની ‘ઈદગાહ’ મેળાનું વર્ણન પોતાની આગવી શૈલી, ચિત્રાત્મક ભાષામાં કર્યું હતું. વિદ્યાર્થીઓને પોતાની વિશિષ્ટ શૈલીથી તરબોળ કરી દીધા હતા. આજે મેળાનું સ્વરૂપ બદલાયું છે. ‘હામિદ’ મેળા માંથી રમકડાં ન લેતાં પોતાની દાદીમાં અમીના માટે ચિંમટ્ટો પસંદ કરે છે. કારણ કે, દાદીમાં અમીનાની રોટલી સેકતા ચુલ્હા પર હાથની આંગળીઓ દાઝી જાય છે. પરંતુ આજે મેળામાં જવા વાળા બાળકો બંદૂક જેવા રમકડા પસંદ કરે છે. ક્રાઈમની વસ્તુઓ પસંદ કરે છે. ખરેખર સમાજ એ વિચારવા જેવું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડો.અભય પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો.વિનોદ વણકર દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર અધ્યક્ષ ડો.ઈશ્ર્વરસિંહ રાઠવા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમાં કોલેજ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉમંગની સાથે જોડાયા હતા.