સંંતરામપુર,આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર, કોલેજના ઇતિહાસ વિભાગ દ્વારા 11 એપ્રિલ જ્યોતિબા ફૂલેની 196 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સેમેસ્ટર 6 ના વિદ્યાર્થી ગણપત પટેલ તેમજ પંકજ બારીયા દ્વારા જ્યોતિબા જીવન અને કાર્ય વિશે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર અમૃત ઠાકોર દ્વારા જ્યોતિબાના જીવન અને કાર્યનો પરિચય કરાવવામાં આવ્યો. ડો. ઠાકોરે જણાવ્યું હતું કે જ્યોતિબા ફૂલે દ્વારા સમાજ સુધારણાના ક્ષેત્રે જે કામો થયા જેવાકે 200 વર્ષ પહેલા જ્યોતિબા ફુલે એ 18 જેટલી ક્ધયા શાળાઓ શરૂ કરવી, પોતાની પત્નીને ભણાવી શિક્ષિકા બનાવવી,અનાથ આશ્રમ શરૂ કરવા, વિધવા ગૃહ શરૂ કરી અનાથ બાળકોનો ઉછેર કરવો,વિધવાઓના વાળ મુંડન જેવી કુપ્રથાઓનો વિરોધ કરવો,વિધવાઓનાં પુનરલગ્ન, અછૂતો માટે પોતાના ઘરનો કૂવો ખુલ્લો મૂકવો, અછૂતો ને પોતાના ઘરે બોલાવી ભોજન આપવું,વગેરે જેવી સમાજ સુધારા ક્ષેત્રે જે કામગીરી થઈ તે સમયથી ઘણી આગળની વાત કહી શકાય. જ્યોતિબા દ્વારા લેખિત કિસાનો કા કોડા, સત સાર ,ઈશારા જેવા પુસ્તકો વિશે વાત કરવામાં આવી વિધવાઓની સ્થિતિ સુધારવા અને વર્ણવ્યવસ્થાના નામે જે ભેદભાવ થતા હતા તેના માટે જ્યોતિબાએ આપેલી લડત અંગે સુંદર વ્યાખ્યાન આપ્યુ હતુ. આ પ્રસંગે કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડોક્ટર આઈ એલ રાઠવા એ પણ મહાત્મા જ્યોતિબાના કાર્ય વિશે સુંદર રજૂઆત કરી હતી. ને કો-ઓર્ડીનેટર દેવરાજ નંદા ે પણ આજથી 200 વર્ષ પૂર્વે પછાત વર્ગોમાં અને ક્ધયાઓમાં શિક્ષણની જ્યોત જગાવનાર જ્યોતિબા ફુલેનો ખુબ આભાર માન્યો હતો. આ પ્રસંગે ઇતિહાસ વિભાગના પ્રો.શકુંતલા મેડમ, પ્રો.ભારતી મેડમ, સમાજશાસ્ત્ર વિભાગમાંથી કામિની મેડમ, પ્રો.પંકજ ચૌધરી, હિન્દી વિભાગમાંથી ડોક્ટર વિનોદ વણકર, અંગ્રેજી વિભાગમાંથી પ્રોફેસર દીપ્તિ ક્રિશ્ચિયન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સેમ 6 ની વિદ્યાર્થીની ખરાડી દિક્ષિતા એ કર્યું હતું. કાર્યક્રમના અંતે બધા જ ઉપસ્થિત અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મહાત્મા જ્યોતિબા ફુલેના ફોટો સમક્ષ પુષ્પ અર્પણ કરીને પુષ્પાંજલિ આપી હતી.