સંતરામપુર આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમ યોજયું

સંતરામપુર, આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુર ખાતે પ્લેસમેન્ટ સેલના સંયોજક પ્રો.આર.પી. પરમારના માર્ગદર્શન અને સેલના સભ્યઓ ડો.ઈશાક પટેલ ડો.મુકેશભાઈ ડો.પંકજ ચૌધરી અને ડો.વિનોદ વણકરના પ્રયત્નો દ્વારા કોલેજ કેમ્પસ ખાતે નડિયાદ થી ભારતી એક્સા ઇન્સ્યોરન્સ પ્રા.લી.માં પસંદગી માટે કંપનીના અધિકારી વિવેકભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહીને કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં 30 વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કોલેજના આચાર્ય ડો.અભય પરમાર અને IQAC કમિટીના કો-ઓર્ડીનેટર પ્રોફેસર દેવરાજ નંદા હાજર રહીને કંપનીના અધિકારીનું સ્વાગત કર્યું હતું. સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને પ્લેસમેન્ટ ફેરનું સારી રીતે આયોજન કરવા બદલ સમગ્ર કમિટીને હાર્દિક અભિનંદન તેમજ ઉપસ્થિત રહેલા વિદ્યાર્થી મિત્રોને કોલેજ પરિવાર વતી આભાર સહ શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં ઇન્ટરવ્યૂ બાદ 23 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.