સંતરામપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ડોક્ટર જયંત પરમાર લિખિત પુસ્તકનું શિક્ષણ મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું

  • ડોક્ટર જયંત પરમારને જુદી જુદી સંસ્થાઓ દ્વારા સિલ્વર જુબેલી એવોર્ડ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ પ્રમાણપત્ર એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

સંતરામપુર, ડો જયંત પરમાર લિખિત “Feminism in the Select Novels of Mahasweta Devi, Manju Kapur and Shobha De : A Critical Study ” અંગ્રેજી પુસ્તકનું આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર ખાતે તા 14/4/2024 ના રોજ ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિના સુવર્ણ પ્રસંગે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી પ્રો.ડો કુબેરભાઈ ડિંડોર તેમજ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના હિન્દી વિભાગ ના વડા ડો.બી.કે કલાસવાના હસ્તે પુસ્તકનું વિમોચન થયું. જેમાં મહાનુભાવો દ્વારા ડો.જયંત પરમાર લિખિત પુસ્તક વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા કે, આજના સમયમાં નારી એ દરેક ઘરનું જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશનું ઘરેણું છે. લેખક તરીકે ડો.જયંત પરમાર પોતાના વિચારો અને સારાંશ રજૂ કર્યો. જેમાં નારીનું માન સન્માન પુરૂષપ્રધાન સમાજમાં થવું જોઈએ. તેમણે પણ પુરૂષ જેટલું સ્થાન અને માન મળવું જોઈએ. ડો જયંત પરમારે સાત થી વધુ રિસર્ચ પેપર રાષ્ટ્ર્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરાવેલ તેમજ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પણ રિસર્ચ પેપર રજૂ કરેલ છે. આ ઉપરાંત તેમને જુદી જુદી સંસ્થાઓ દ્વારા સિલ્વર જુબેલી એવોર્ડ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ પોતાના વિચારો રજૂ કરવા બદલ પ્રમાણપત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સાથે સાથે શાળા-કોલેજમાં શિક્ષણ કાર્યનો બહોળો અનુભવ ધરાવે છે. પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મારી માતૃ સંસ્થાના સમગ્ર અધ્યાપક ગણ,ભૂતપૂર્વ શાળાના ગુરૂ સમાન મિત્રો,પરિવારના સભ્યો,સમાજના આગેવાનો નજીકના મિત્રો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પુસ્તક લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહીને લેખક તરીકે ડો. જયંત પરમારને અઢળક શુભેરછાઓ પાઠવી હતી. જેમાં કોલેજના પ્રિ.ડો. અભય પરમારે ડો.જયંતનું શાલ પુષ્પગુચ્છ અને મોમેંટો આપીને સન્માન કર્યું હતું. જે બદલ સમગ્ર શાળા, કોલેજ, સમાજ ગૌરવ અને ગર્વની લાગણી અનુભવે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.શંકરભાઈ પ્રજાપતિ, પ્રો.દેવરાજ નંદા તેમજ ડો. માલિની ગૌતમે કર્યું હતું.