
સંતરામપુર,
આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર, ખાતે ત્રીદિવસીય પેઇન્ટિંગ વર્કશોપનું સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યું. જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સંતરામપુર વિસ્તારના બિપીન પટેલ તથા સુરતનાં પ્રખ્યાત ચિત્રકારોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું તથા ઉત્તમ પ્રદર્શન કરનાર ત્રણ વિદ્યાર્થીઓને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપ્યા હતાં. સમાપન પ્રસંગે કોલેજના ગઅઅઈ ના કોઓર્ડિનેટર દેવરાજ નંદા તથા આચાર્ય ડો. અભય પરમાર કાર્યક્રમ સફળતા પુર્વક પાર પાડવા બદલ સર્વે નો હ્રદય પુર્વક આભાર માન્યો હતો.