સંતરામપુર, સંતરામપુર એ.પી.એમ.સી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટેની ચુંટણી થઈ હતી. જેમાં શાંતિલાલ ભગવાનભાઈ પટેલને ચેરમેન પદે અને દાનજીભાઈ દલસુખભાઈ ભાભોરની વાઈસ ચેરમેન પદે બિનહરીફ વરણી થઈ છે. ત્યારે બંને મહાનુભાવોને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જીલ્લા રજીસ્ટરના ઉપસ્થિતિમાં ચેરમેન્ય વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી. આ વખતે ખેતીવાડી ઉત્પન્ન બજાર બંને ચહેરા નવા આવતા શાંતિલાલ પટેલ અને દાનજી ભાભોર ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યો ચૂંટણી દરમિયાનમાં કોંગ્રેસ અને ભાજપના તમામ નેતાઓ આજે ભેગા મળીને બિનહરિફ ચૂંટણી કરાવવી હતી. જેમાં મોટાભાગના કોંગ્રેસ અને ભાજપ બંને મળીને ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બિનહરીફ કરી દેવામાં આવેલી હતી. આ ચૂંટણીમાં મહીસાગર જીલ્લાના પ્રમુખ દશરથસિંહ બારીયા, અર્બન બેંકના ચેરમેન નરેન્દ્ર પટેલ, ખેડૂત વર્ગ, વેપારી વર્ગ તમામ હાજર રહ્યા હતા.