સંતરામપુર,
સંતરામપુર નગરમાં શિયાળ અને ઠંડી શરૂ થતા જ ફરીથી ચોરો બેટિંગ શરૂ કરી દીધી. સંતરામપુર નગરમાં અમરદીપ સોસાયટીમાં બંધ મકાનમાં તાળો તોડીને ચોરો ઘરમાં પ્રવેશ કરીને કબાટનું તાળો તોડીને રોકડા રકમની ચોરી કરી હતી. ઘરની અંદર મૂકેલું સામાન ચારેબાજુ વિખેરી નાખેલું હતું. ખૂણા ખૂણા માંથી ડ્રોવર કબાટ તિજોરી તોડફોડ કરેલી હતી. ઘરના માલિક પોતાના કામ માટે બહારગામ ગયા હતા. તાળું મારીને તે દરમિયાનમાં બંધ મકાનમાં ચોરી કરી હતી. સોસાયટી વિસ્તારમાં રાજ્ય કક્ષાના મંત્રી રહેતા હોય છે અને સતત દિવસ રાત દિવસ પોલીસનો પેટ્રોલિંગ કરતા હોવા છતાં ચોરીના બનાવ વધતો જાય છે. આજ રાતે સંતરામપુરના મોહમ્મદી સોસાયટીમાં બંધ મકાનમાં પ્રોફેસર મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સોસાયટી વિસ્તારના રહીશો જાગી જતા ચોરો ભાગી છુટ્યા હતા. લગાવેલા સુધી કેમેરા તોડી પાડેલા હતા. આ સોસાયટી વિસ્તારમાં એ જ રાતે બાઈકની પણ ચોરી થઈ હતી. સંતરામપુર નગરમાં ચોરીના બનાવો વધુ જોવા મળી રહ્યા છે. સંતરામપુર નગરમાં નગરજનોને ચોરે ઊંઘ હરામ કરી ફરીથી નગરજનો પેટ્રોલિંગ અને જાગવાનું શરૂ કરવાનું જણાઈ રહ્યું છે. ઘણાં સમયથી સંતરામપુર પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ બની રહી છે અને દરેક વિસ્તારોમાં પોઇન્ટ મૂકવામાં આવે નગરજનોમાં લોક માંગ ઉભી ઊભી થઈ છે.