સંતરામપુર ઐતિહાસિક ટાવરની ખૂણાની દિવાલ પીપળો ઊંઘી જવાના કારણે ધસાઈ દુર્ઘટના કે જાનહાનિની આશંકા

સંતરામપુરનું નાક ગણાતું ઐતિહાસિક ટાવર જે વર્ષો પહેલા કલેકટર દત્તક લીધેલો હતો, પરંતુ સુધી સરકારી તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવેલો જ નથી. 15 મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી નારોજ પાલિકા દ્વારા ફક્ત તેના ઉપર ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આજે સુધી જાળવણી કે સફાઈ કરવામાં આવી જ નથી. આ ટાવરના ચારે બાજુ ખૂણામાં પીપળો ફૂટવાના કારણે ધીરે ધીરે મૂળિયા ચારે બાજુ ફેલાઈ રહેલા છે. આના કારણે ટાવરનું આયુષ્ય ઘટતું જોવાયેલું છે. એક સાઇટની ખૂણાની દીવાલ પણ ઘસાયેલી જોવાઈ રહેલી છે. સરકારી તંત્ર અને પાલિકાની ઘોર બેદરકારીના કારણે પ્રાચીન વખતનો ઐતિહાસિક ટાવર જર જરી હાલતમાં બની ગયો છે. પાલિકામાં અને સરકારી કચેરીમાં આ ટાવરનો ફોટો લગાવવામાં આવે છે અને ઐતિહાસિક ટાવરની સંતરામપુરની ઓળખ બતાવે છે, પરંતુ આ ઓળખને પાલિકા ઝાંખી કરી દીધી છે. હવે સરકારી તંત્ર અને પાલિકા જાગશે ખરી વર્ષોથી આ ટાવર ઉપર લગાવેલી ઘડિયાળ પણ ભંગાર અવસ્થામાં અને બંધ હાલતમાં જોવા મળી આવેલી છે. શું પાલિકાની નજીક જ આ ટાવરની દુરદર્શન જોવાતી નથી. નગરમાં ચર્ચા કરેલું છે.