સંતરામપુર પ્રાંત કચેરીનો ઓપરેટર ૭૦ હજારની લાંચ લેતા ઝડપાયો.

સંતરામપુર પ્રાંત કચેરીમાં મંગળવારે પંચમહાલ લાંચ રૂશ્વત વિરોધી શાખાની ટીમે છટકું ગોઠવી ખેડૂતના દાખલાની ખરાઈ માટે રૂપિયા ૭૦,૦૦૦ની લાંચ લેતા પ્રાંત કચેરીના ઓપરેટરને રંગે હાથે ઝડપી પાડચો હતો. પ્રાંતકચેરીનો વહીવટદાર લાંચ લેતા ઝડપાતા તેના ઉપલા અધિકારીની મુશ્કેલી વધી શકે છે અધિકારીઓ વતીથી તમામ વહીવટ કરતો ઓપરેટર ઝડપાતા લાંચમાં અન્ય કેટલા અધિકારીઓ/કર્મચારીઓ સંડોવાયેલા છે.તેની તપાસ મોડી રાત સુધી ચાલી હતી. પંચમહાલ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી શાખાને સંતરામપુર પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવા બાબતની એક ખેડૂતની ફરિયાદ મળી હતી.

જેમાં ખેડૂત પાસે ખેડૂતના દાખલાની ખરાઈ કરવા માટે રૂા. ૭૦,૦૦૦ની માંગણી કરતા તેઓ તે રકમ આપવા માંગતા ન હોય ખેડૂતે એ.સી.બી. પંચમહાલનો સંપર્ક કરતા પોલીસે સંતરામપુર પ્રાંત કચેરીમાં મંગળવારે છટકું ગોઠવ્યું હતું. જેમાં પ્રાંત કચેરીના શૈલેષ પટેલ કે જેવો કરારઆધારિત ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓ ભ્રષ્ટાચારના રૂા. ૭૦,૦૦૦ જેવી રકમ ખેડૂત પાસે રંગે હાથે સ્વીકારતા ઝડપાઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કડાણા તાલુકા પંચાયતમાં બે માસ પૂર્વ એક કર્મચારીએ આત્મહત્યા કરી હતી તેમાં પણ આ જ ઓપરેટરનું અને તેની ઉપરના પ્રાંત કચેરીના અધિકારોનું નામ સંડોવાયું હતું આજે ભ્રષ્ટાચારના કેસમાં રોકડ રકમ લેતા ઝડપાયેલો શૈલેષ પટેલ સંતરામપુર પ્રાંત કચેરીના અધિકારીઓ વતીથી ગ્રાન્ટો સહિતના તોડપાણી પણ ઓપરેટર કરતો હતો તેઓ ભ્રષ્ટાચારી ઓપરેટર આજે લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો.