
સંતરામપુર, સાતકુંડા ગ્રુપગ્રામ પંચાયત દ્વારા નવમો સેવાસેતુ અને વિકસિત ભારત રથયાત્રાનો કાર્યક્રમ પ્રાથમિક શાળા ઓરા ખાતે કરવામાં આવ્યો

સવારે 9:00 કલાકે માન્ય પ્રાંત સંતરામપુર,મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સંતરામપુર અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ આશાબેન, સાત કુંડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ કોકીલાબેન ગ્રામજનો લાભાર્થીઓની વચ્ચે નવમા સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો. પ્રાંત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી એ સેવા સેતુ કાર્યક્રમના હેતુઓ અને કેવી રીતે લાભ લેવો તેની ઊંડાણપૂર્વક સમજણ મોટી સંખ્યામાં ઉપસ્થિતલાભાર્થીઓને આપવામાં આવી.

ત્યારબાદ બપોરે વિકસિત ભારત રથયાત્રાનો રથ ઓરા મુકામે આવ્યો. જેનું શાળાની બાલિકાઓએ સામૈયુ કરી રથનું પૂજન કરી અને સ્વાગત કરવામાં આવ્યું.

રથની સાથે મહીસાગર જીલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ કે પટેલ રથ ઇન્ચાર્જ ભરતભાઈ રણછોડભાઈ પટેલ જીલ્લા ભાજપના સંગઠનના ઉપપ્રમુખ નંદાબેન ખાંટ બાંધકામ સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ આશાબેન તાલુકા વિકાસ અધિકારી જૈમીનીબેન પટેલ, મામલતદાર પઠાણ આજુબાજુથી પધારેલ તાલુકા સદસ્યઓ સરપંચઓ લાભાર્થી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

મંચસ્થ મહાનુભવોએ પોતાના વક્તવ્યમાં સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો કેવી રીતે મેળવવા વિકસિત ભારત રથયાત્રાના ઉદ્દેશ્યો ગ્રામજનો સમક્ષ મૂક્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક પ્રદીપભાઈ પટેલે કર્યું અને બંને કાર્યક્રમનું સફળ આયોજન ગામના વડીલા આગેવાનોને સાથે રાખી તલાટી કમ મંત્રી કિશોરભાઈ રણા કર્યું.