સંતરામપુર,આદીવાસી સમાજસુધારા લગ્ન વ્યવહાર અનુસૂચિ પેસા એક્ટ 5 13(3) ક અંતર્ગત 244(1) મુજબ લગ્ન વ્યવહાર માં સુધારો કરવા બાબત અમારા ગામ સીમલીયા (બુરેટી ફળિયા)માં ગામના વડીલો, યુવાનો, ગ્રામ પંચાયત ના સભ્યો, સરપંચ, આગેવાનોની સર્વ સંમતિ થી રૂઢી પ્રથા મુજબ લગ્નમાં સુધારો કરેલ છે. જે નીચે મુજબ છે.
રોકડ ખર્ચ – 1,00,051( એક લાખ એકાવન પૂરા)
ચાંદી – 500 ગ્રામ
સોનું – 3 તોલા
ભગાજેડિયા – વરપક્ષ રૂ.3000 અને ક્ધયા પક્ષ રૂ.2000 એમ રૂ.5000
ડી.જે સદંતર બંધ.
ફટાકડા,ઘોડા બંધ.
જમવામાં – દાળ, ભાત, કંસાર.
ક્ધયા ને દાન- માતા પિતા તરફ થી ઘર માં જરૂરી વાસણો.
ચાંદલો – જૂના લેવડ દેવડ પૂરા કરી નવી રીતે 500 થી 1000 સુધી ચાંદલો મૂકવો.
મામેરૂં પ્રથા બંધ..ફક્ત મામા તરફ થી સૌ ભેગા મળી એક જોડી લાવવી.
લગ્ન માં દારૂ લાવવો કે પીવડાવો નહિ.
લગ્ન માં બિડી સદંતર બંધ..
ક્ધયા ને બંગડી ના રૂ.1100 આપવા. સંતરામપુર તાલુકાના સંતરામપુરમાં આદિવાસી સમાજના વડીલો સાથે રહીને આદિવાસી સમાજના વર્ષોથી ચાલી રહેલા ખોટા રિવાજો બંધ કરાવવા માટેના જન જાગૃતિ માટે ગામડે ગામડે અભિયાન હાથ ધરવામાં આવેલું છે ગામડાઓમાં ઘરે ઘરે જઈને સમાજ સુધારા માટે દહેજ પ્રથા ની અને ખોટા રિવાજો બંધ કરવા માટેની પણ બેઠક યોજવામાં આવી રહી છે અને લગ્નની પ્રસંગમાં દરેકના ઘરે નવા નિયમોનું પાલન કરીને હાલમાં સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ખેડાપા ગવાડુંગર મોલારા સીમલીયા વિવિધ ગામોમાં પણ લગ્ન પ્રસંગ ના ઘરે જઈને તેમને સમજાવવામાં આવે છે અને નિયમોનું પાલન કરીને નવા નિયમોથી લગ્ન પ્રસંગ કરતા હોય છે હાલમાં સંતરામપુર તાલુકામાં દરેક લગ્ન પ્રસંગમાં ડીજે તો બંધ કરવામાં જ આવેલું છે જો સમાજ વિરૂદ્ધ જાય તો અને નિયમોનું પાલન ન કરે તો અને વડીલોની વાત ના રાખે તો દંડ અને લગ્ન પ્રસંગમાં નહીં જવાની જોગવાઈ પણ નક્કી કરેલી છે આ રીતે આદિવાસી સમાજમાં દહેજ પ્રથા ડીજે બંધ કરાવવા માટે અન્ય ખોટા ખર્ચાઓ બંધ કરાવવા માટેનું ઠરાવ અને નિયમ નક્કી કરેલા છે ક્ધયાદાનમાં આવી કોઈપણ વ્યક્તિ અલગ અલગ રીતે વાસણ કપડા ફટાકડા મોટા ભાગની વસ્તુઓ પણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે ઘણા બધા આદિવાસી સમાજમાં નિયમોનો સુધારાનો કરવામાં આવી રહ્યું છે.