સંતરામપુર આદિવાસી કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજયો

સંતરામપુર,આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરમાં આચાર્ય ડો. અભય પરમાર ના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. યુનિટ અને વહીવટી તંત્ર સંતરામપુર સી.વી પટેલ (પ્રાંત અધિકારી સંતરામપુર), આઇ.પી. પઠાણ (મામલતદાર સંતરામપુર), બળવંતભાઈ તાવિયાડ (ના.મામલતદાર) વીણાબેન મહીડા (ના.મામલતદાર) તથા ડો.શંકર પ્રજાપતિ, ડો.અમૃત ઠાકોર, ડો.હિતેશ વાઢિયા તથા વિદ્યાર્થીઓની પ્રેરક ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં મામલતદાર અને પ્રાંત દ્વારા વિદ્યાર્થીઓને નવું મતદાર કાર્ડ કાઢવા, સરનામું બદલવા, નામ કમી કરવા, નામમાં સુધારો કરવા જેવી વિગતે માહિતી આપી હતી. એન.એસ.એસ. સ્વયંસેવકો દ્વારા સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ. યુનિટના કો.ઓર્ડીનેટર ડો.પંકજ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે બળવંતભાઈ તાવિયાડ દ્વારા વિદ્યાર્થીઓને પ્રશ્ર્નોતરી કરી અને ઇનામ આપવામાં આવ્યા હતા અને આભાર વિધિ કરવામાં આવી હતી.