મહીસાગર જિલ્લા માં નાની ઉમર ધરાવતી યુવતી ના પેટ માં રહેલા બાળક ને પેટ માં જ હત્યા કરી દેવામાં આવી રહી હોવાનો વિડિઓ એક યુવાન દ્વારા ને ને આપવામાં આવ્યો છે જે બાબતે દ્વારા વિડિઓ ની તલસ્પર્શી તપાસ માં વિડિઓ માં બતાવવામાં આવેલું લોકેશન માં સંતરામપુર નગર માં આવેલ એફ સી આઈ ગોડાઉન પાછળ ના ભાગ માં એક મકાનમાં મહિલા ના પેટ માં રહેલા બાળક ને બહાર આવતા પહેલા જ હત્યા કરી દેવા નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે મહીસાગર જિલ્લા માં આવા અનેક જગ્યા એ ગોરખ ધંધા ઓ ની હાટડીઓ ચાલી રહી છે અનેક વાર હોસ્પિટલ ના ડોક્ટરો ઝડપાયા પણ છે પરંતુ ક્યાંક ભીનું સંકેલાતા ડોક્ટરો પરત આવી ને પાછી પોતાની હાટડીઓ ચાલુ કરી દેવા ના કિસ્સા ઓ અનેક બહાર આવ્યા હોવાનું સ્થાનિક લોકો પણ જણાવી રહ્યાં છે આ વિડિઓ માં એક નાની ઉમર ની યુવતી ને બેભાન કરી ને પેટ માંથી રહેલા બાળક ની હત્યા કરતા અંદાજીત ત્રણ થી ચાર મહિલાઓ વિડિઓ માં દેખાઈ રહી છે અને સંતરામપુર એક મકાન માં ચાલી રહેલા બાળક ની હત્યા નો ગોરખ ધંધા થી માત્ર 100 મીટર દૂર આવેલ પ્રિયલ હોસ્પિટલ ના સ્ટાફ હોવાનું પ્રાથમિક તારણ માં બહાર આવ્યું છે ત્યારે આવી બાળક ની હત્યા નો કારસો કેટલા ટાઈમ થી ચાલી રહયો છે હત્યા નો ગોરખ ધંધો તે ઉચ્ચ કક્ષા એ થી તપાસ થાય તો એક બાદ એક મોટા માથા બહાર આવે તો નવાઈ નહીં હાલ તો વિડિઓ જોઈ આરોગ્ય અધિકારી એ તપાસ સમિતિ રચી તપાસ કરી ફરી વાર જિલ્લા માં આવું કૃત્ય ના થાય તેવા હેતુ સર યોગ્ય કાર્યવાહી કરી હત્યા નો ગુનો નોંધવા નું જિલ્લા ના મુખ્ય આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહ જણાવી રહ્યા છે ત્યારે કેવા પ્રકાર ની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે તે જોવું રહયું
વિડિઓ માં જોવાઇ રહેલ ત્રણ થી ચાર મહિલા કે જેઓ નાની ઉમર ની યુવતી ના રહેલા પેટ માંથી બાળક ની હત્યા કરી રહયા છે તે મહિલા સ્ટાફ સંતરામપુર ની પ્રિયલ હોસ્પિટલ હોવાનું જાણવા મળી રહયું છે તેમજ આરોગ્ય અધિકારી દ્વારા પ્રિયલ હોસ્પિટલ ના ગાયનેક ડોક્ટર મીનેશ શાહ સાથે વિડિઓ બાબતે ટેલિફોનિક ચર્ચા કરતા વિડિઓ માં દેખાતો સ્ટાફ મારી હોસ્પિટલ નો હોવાની કબૂલાત કરી છે ત્યારે દ્વારા પૂછવામાં આવેલા સવાલ માં વિડિઓ માં દેખાતો સ્ટાફ મારી હોસ્પિટલ નો નથી નું જણાવી રહયા છે પરંતુ આ વિડિઓ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી ન થઈ જાય તો નવાઈ નહીં