સંતરામપુર, સ્વચ્છતાં સર્વેક્ષણ વર્ષ-2023નુ પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવતા મહિસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર નગરપાલિકાના સ્વચ્છતાં અભિયાનની કામગીરીનુ સુરસુરિયુ થઈ ગયેલુ જોવા મળે છે.
સંતરામપુર નગરપાલિકાની સ્વચ્છતાં અભિયાનની કામગીરી કફોડી સ્થિતિમાં મુકાયેલી જોવા મળી છે. નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતાં અભિયાનની કામગીરી નિરાશાજનક જોવા મળી છે. આ સર્ર્વેેક્ષણમાં સંતરામપુર નગરપાલિકાને સ્વચ્છતાં અભિયાન હેઠળ મળતી લાખો રૂપિયાની ગ્રાન્ટનુ અધિકારીઓ દ્વારા કોઈ આયોજન જોવા મળતુ નથી. પાલિકાને સ્વચ્છતાં અને વિકાસના કામોના ફાળવેલા નાણાંમાં કોન્ટ્રાકટર સાથેની મિલીભગતને ટકાવારીને કટકી કરી આપતા જોવા મળે છે. જેની નગરજનો ચર્ચા કરી રહ્યા છે. નગરપાલિકાના સ્વચ્છતાં અભિયાનમાં સ્વચ્છતાંના નામે માત્રને માત્ર ફોટા પડાવીને સિદ્ધિઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાલિકા વિસ્તારમાં સ્વચ્છતાં પ્રત્યે ગટરનો સાફસફાઈની કામગીરી કરવામાં સંપુર્ણ રીતે ઉણી ઉતરેલી જોવા મળી છે.