મહીસાગરના સંતરામપુર ગર્ભપાતના વીડિયોના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા LCB એ આ મામલે 2 મહિલાઓની ધરપકડ કરી છે. કાળીબેન સંગાડા અને મુન્નીબેન નામની મહિલાની ધરપકડ થઇ છે. અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બે દિવસ અગાઉ મહીસાગર જિલ્લામાં ગર્ભપાતનું મોટું રેકેટ સામે આવ્યું છે. આ વીડિયો સંતરામપુરાના શિકારી ફળિયાનો હોવાનો દાવો થયો હતો. કાળીબેનના ઘરમાં તપાસ કરતા ગર્ભપાતની ગોળીઓ મળી આવી હતી. આ વીડિયોમાં દેખાતા મહિલા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. સ્થળ પર તપાસ કરતા વીડિયો હાલનો નહીં પણ જૂનો છે તેમ પોલીસે જણાવ્યુ હતું.
- મહીસાગરના સંતરામપુર ગર્ભપાતના વીડિયોનો મામલો
- મહીસાગર જિલ્લા LCBએ 2 મહિલાઓની કરી ધરપકડ
- કાળીબેન સંગાડા અને મુન્નીબેન નામની મહિલાની ધરપકડ
મહીસાગરના સંતરામપુરમાં ભૃણ હત્યાનો મામલે મોટો ખુલાસો થયો હતો. વાઈરલ વીડિયો મામલે પોલીસે કેટલાક ખુલાસા કર્યા હતા. ભૃણ હત્યાનો વીડિયો વાયરલ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આ વીડિયો સંતરામપુરાના શિકારી ફળિયાનો હોવાનો દાવો થયો હતો. વીડિયો આધારે ઘરની શોધખોળ શરૂ થઈ હતી.ઘરની જાણ થયા બાદ તપાસ શરૂ થઈ હતી. આ ઘરમાં કાળીબેન સંગાડા નામની મહિલા છેલ્લા 8 વર્ષથી ભાડે રહેતી હતી. કાળીબેનના ઘરમાં તપાસ કરતા ગર્ભપાતની ગોળીઓ પણ મળી આવી હતી.