સંતરામપુરમાંં તાપમાન પારો 45 ડીગ્રી ઉપર પહોંચતા રસ્તાઓ સુમસામ

સંતરામપુર, સંતરામપુરમાં ગરમીનો પારો 45 ઉપર પહોંચતા રસ્તામાં કર્ફ્યુ જેવો માલ જોવા મળી આવ્યું. હવામાનની આગાહી મુજબ સતત ચાર દિવસથી પડેલી ગરમીના કારણે સંતરામપુર નગરવાસીઓ ગરમીમાં શેકાઈ ગયા અને ભુક્કા બોલાવી નાખ્યા ગરમીના કારણે ધંધામાં પણ મોટી અસર જોવા મળતી હતી. બપોરના સમયે તો રસ્તાઓ પર બિલકુલ સન્નાટો જોવા મળ્યો હતો. એવું કે લોકોને લોકડાઉનના દિવસો યાદ આવી ગયા તેવી પરિસ્થિતિ સર્જાઈ રહેલી હતી. ગરમીના કારણે ઓફિસોમાં બજારોમાં દરેક જગ્યાએ સુમસમ જોવા મળેલું હતું. લોકો ઘરમાંથી બહાર નીકળવાનું જ બંધ કરી દીધું તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી હતી. લગ્નની મોસમ હોવા છતાંય બજારોમાં સુમસમ જોવાઈ રહેલા હતા. રોજિંદા ધંધા કરતા લોકો ગરમીના કારણે બપોરના સમયે મોઢે રૂમાલ રાખીને પણ આરામ કરતા જોવા મળી આવેલા હતા. ગરમીના કારણે મધ્યના લોકો આવી ગરમીમાં 45 ડિગ્રીમાં રોજગારી મેળવવા માટે મજબૂર બની રહ્યા હતા. ગરમીના કારણે લોકો ઠંડા પીણા, છાસ અને પાણી પર સતત ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ જાહેર માર્ગો પર તંત્ર દ્વારા કે અન્ય દાંતો દ્વારા બહારગામથી ગ્રામ્યમથી આવતા લોકો માટે પાણીની વ્યવસ્થા કરવામાં પણ આળસ જોવા મળી આવેલી હતી. 45 ડિગ્રી ગરમીના કારણે સંતરામપુર નગરવાસીઓ ગરમીમાં શેકાયા.