
સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્જુનસિંહ કાળુભાઇ પારગી વહીવટી નિયમ મુજબ 58 વર્ષ પુરા કરી તાલુકા શિક્ષણાધિકારીના હોઘ્ઘા ઉપરથી નિવૃત થતાં સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે તાલુકાનો વહીવટ ચોખ્ખસાઈ પુર્વક સંભાળવા બદલ સન્માનિત કરી શુભેચ્છા આપી હતી. અર્જુનસિંહ પારગીએ શુરૂઆતમાં ક્લાર્ક તરીકે ગુજરાત રાજ્ય જેલોના જનરલ ઇન્સ્પેક્ટરની કચેરી બહુમાળી મકાન અમદાવાદથી કરી હતી. ત્યાંથી રાજીનામું મુકી વનેડા ખાતે પતિ પત્નીના જોડામાં ફરજ બજાવી હતી. ત્યાં કાદવમાં કમળને ખીલવવાનું કામ કર્યુ.
દાહોદ ડીપીઇઓ આરતસિંહ અમરાભાઇ બારીયાને એકડો ઘુંટાવેલો છે. પત્નિ સ્વ. મીનાબહેનનું ડીલેવરીમાં અવસાન થતાં ખાસ કિસ્સામાં બદલી મોટીઘટલાઇ વર્ગ ભંડારા ખાતે થતા પાંચ માસ શિક્ષક તરીકે બાદ 19 વર્ષ સીઆરસી કો.ઓ. ઉખરેલી તરીકે ફરજ અદા કરી બાદ ડામોર ફ ઉખરેલી ખાતે 1 થી 5 ધોરણમાં શિક્ષક તરીકે સેવા આપી. સેવા દરમ્યાન દેશની નામાંકિત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વ્યાખ્યાન આપ્યું. જેમાં જે એન યુનિવર્સિટી નવી દિલ્હીમાં રજુ થયેલ કહાની જીવનની યાદગાર પળ સાબિત થઈ.
ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલવહેલો માનગઢ હત્યાકાંડનો ઇતિહાસ લખતાં આદિવાસી અકાદમી તેજગઢના તે વખતના નિયામક પદ્મ ગણેશ દેવીએ ગોવિંદગુરૂ જીવન અને કાર્ય પુસ્તક પ્રકાશિત કરેલ છે. જે પુસ્તકે સાહિત્યકારોના નવા ઘ્વાર ખોલી આપ્યા છે. બાદ આદિવાસી વારસો પુસ્તક આજ અકાદમીએ પ્રકાશિત કરેલ જેને ગુજરાત સરકારે ઇનામ આપેલ તેમજ ગુજરાતના વાદી સમાજ ઉપર માનસશાસ્ત્રીય અભ્યાસ કરી પુસ્તક લખેલ છે, તેમજ આકાશવાણી કેન્દ્ર ગોઘરા ઉપર ભુરીયો હાંડ કહાની રજુ કરેલ છે તથા આછંદશ કવિતાઓ અનેક અકોમાં લખેલ છે.
આદિવાસી તલવાર લોકનૃત્ય દુનિયાના 128 દેશોના આદિવાસી યુવાઓની સામે ટાટા સ્ટીલ પ્રેરીત ટાટાનગર ખાતે રજુ કરેલ છે
સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ મહીસાગર જીલ્લાના જન્મ સમયે તત્કાલીન મુખ્યમંત્રી માન આનંદીબેન પટેલ ગુજરાત સરકારની સામે આગલા દિવસે પોતાની છ વર્ષની પુત્રીનું અવસાન થાય છે. સવારમાં ક્રિયાકર્મ પતાવી સાંજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નાટ્યકાર કપિલદેવ શુકલાના સહયોગી બની મનોહર મહીસાગર સાંસ્કૃતિક કાર્યક્રમ રંગે ચંગે પુર્ણ થાય છે. ત્યારે કપિલદેવ શુકલાએ સ્વ. દિકરીની વાત આનંદીબેનને કરતાં તેઓની આખ ભીની થઇ ગયેલી અને જાહેરમાં શોકસંદેશો પાઠવેલ આમ, સરકારી જવાબદારી પુરા ખંતથી નિભાવેલ હાલના કેબિનેટ શિક્ષણમંત્રી ડો. પ્રો કુબેરભાઈ ડીંડોરે રૂબરૂ શુભેચ્છા પાઠવી છે.
સંતરામપુર તાલુકાનાઅનુગામી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ખરાડી મદનસિંહ હીરાભાઈએ ચાર્જ સંભાળેલ છે. આ ઘડીએ ડીપીઇઓ ડો.અવનીબાએ ધ્વની સંદેશામાં જણાવેલ કે જે આશા સાથે મે જવાબદારી સોંપી હતી. એ જવાબદારી દિલથી નિભાવી છે, એજ આશા અને એજ જવાબદારી મદનસિંહ ખરાડીને સોપવામાં આવી છે. ત્યારે વહીવટમાં હાથ ન જામે ત્યાં સુઘી પુરેપુરો સાથ સહકાર આપવા જણાવેલ છે જેનો સહર્ષ સ્વીકાર કરેલ છે
જયારે સંશોઘન કરનારા વિદ્યાર્થીઓ પૈકી અત્યાર સુઘીમાં સાત વિદ્યાર્થીઓને પીએચડી ડિગ્રીના સંશોધનમાં મદદરૂપ થયેલ છે. જેમાં બનારસ યુનિવર્સિટીના ડો અજય મીણા કરોલી રાજસ્થાનને માનગઢના શહીદોની યાદી બનાવડાવી ડિગ્રી અપાવેલ છે