સંતરામપુર, સંતરામપુર તાલુકાના ગોઠીબ નજીક આવેલા વડા તળાવ પાસે મોટરસાયકલ સાથે અજાણ્યા વહનના ટક્કરે અકસ્માત સર્જાયો હતો. સંતરામપુર તાલુકાના બે યુવાનો ડોળી ગામના રહેવાસી અશોકભાઈ મુકેશભાઈ ચારેલ સમીરભાઈ મુકેશભાઈ ચારેલ બંને સગા ભાઈઓ ખેરવા ગામેથી મામાના ઘરેથી ભોજેલા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળેલા હતા. ખેરવા ગામેથી કુલ ચાર યુવાનો મોટર સાયકલ પર લગ્ન પ્રસંગ પર જવા નીકળેલા અશોકભાઈ મુકેશભાઈ ચારેલ, સમીરભાઈ મુકેશભાઈ ચારેલ, મનોજભાઈ અર્જનભાઈ નીનામા અને રોહિતભાઈ ઈશ્ર્વરભાઈ નીનામા ચાર જણા મોટર સાયકલ પર લગ્ન પ્રસંગમાં જવા નીકળેલા હતા અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બનતા આજુબાજુના ગ્રામજનો દોડી આવેલા હતા. જેમાંથી ત્રણ યુવાનો માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે તેમનું મોત નિપજેલું હતું. જ્યારે રોહિત ઈશ્ર્વર નિનામા શરીરના ભાગે નાની મોટી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા. ત્રણ યુવાનોને ઘટના સ્થળે મોત થતાં 108 માર પાસે સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવા માટે ખસેડવામાં આવેલા હતા અને તેમના પરિવારોને જાણ કરવામાં આવેલી હતી. આ ઘટનાની સંતરામપુર પોલીસની જાણ કરવામાં આવેલી હતી. સંતરામપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત ગુનો દાખલ કર્યો હતો અને લગ્ન પ્રસંગ માં જવા નીકળેલા અને અકસ્માત સર્જાયો એક જ પરિવારના અને કુટુંબના ત્રણ યુવાનો જીવ ગુમાવ્યો હતો. એક જ અઠવાડિયામાં અકસ્માતની બીજી ઘટના અગાઉ પણ મોટરસાયકલ પર અકસ્માત સર્જાતા ડોટાવાડા ગામે બે યુવાનોના મોત થયા હતા. મૃત્યુ પામનારના પિતા અશોકભાઈ ચારેલે આક્ષેપ કર્યો કે સામેથી ખાનગીઓ બસની ટક્કર મારતા મારા પુત્રનું મોત થયું છે. મને ન્યાય મળવો જોઈએ.