
સંતરામપુર,મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકા મથક. સંતરામપુર નગરમાં નવાબજાર સ્થિત બેંક ઓફ બરોડામાં નોકરી કરતાં નહીં હોવાં છતાં પણ નોકરી કરતાં હોવાનાં બોગસ દસ્તાવેજો રજુ કરીને વચેટિયાઓ (એજન્ટો)ને બેંક મેનેજર ની મીલીભગતથી ખોટી રીતે રૂપિયા સાડા ત્રણ કરોડ પ્રસનલલોન પેટે ઉપાડી લ ઈને બેંક સાથે ઠગાઈ કરવામાં આવતા આ બનાવની સંતરામપુર પોલીસ મથકે રીજીયોનલ મેનેજર રામનરેશયાદવે 35 ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ને તપાસ હાથ ધરી છે.
આ ગુનાના આરોપીઓ પૈકી મોનાબેન રવિન્દ્ર ગરાસિયા.રેહ.લીમડીયા.તા.ફતેપુરા.તથા અસમીતાબેન પ્રદિપ મછાર. રેહ.જેતપુર. તા.ઝાલોદ.ને કોકીલાબેન કડવાભાઈ નિરસતા રહે.ગામડી.તા.ઝાલોદ.ને જસપાલ ઉર્ફે પીન્ટુ તેરસીગ બામણીયા રહે.ફતેપુરા.ને રવિન્દ્ર ભરત ગરાસિયા.રેહ.ફતેપુરા નાઓ એ સદર ગુનાના કામે આગોતરા જામીનઅરજી મહીસાગર જીલ્લાના સેશન્સ જજની કોટેમાં રજૂ કરતાં આ આગોતરા જામીન અરજીની સુનાવણી મહીસાગર જીલ્લાના એડિશનલ સેશન્સ જજ જે.એન.વ્યાસની કોર્ટમાં થતાં આ કામમાં બચાવ પક્ષના વકીલોની દલીલોને ફરીયાદ પક્ષે જીલ્લા સરકારી વકીલ સર્જન ડામોરની લંબાણ પુર્વકની દલીલોમાં જણાવ્યું હતું કે, હાલના આરોપીઓ વિરૂદ્ધ ગંભીર ગુનાનો આક્ષેપ હોયને ફરીયાદ વાળા બનાવમાં બનાવટી દસ્તાવેજો ઉભા કરીને મોટી રકમની લોનની રકમો બેંક માંથી ઉપાડવા માં આવેલ છે. જે આ ગુનાની ગંભીરતા જોતાને હજુ પોલીસ તપાસ ચાલુ હોઈ જો આવાં ગંભીર ગુનાના આરોપીને આગોતરા જામીન અપાય તો તપાસને અસર પડે તેમ હોયને આરોપીઓ વિરૂદ્ધ પ્રથમ દર્શનીય ્પુરાવો હોઈ આ કામના અરજદારના ( આરોપીઓ) આગોતરા જામીનઅરજી રદ કરવાની રજૂઆત કરી હતી. દલીલો સાંભળ્યા બાદ એડી.સેશન્સ જજ જે.એન.વ્યાસે સરકારી વકીલ સર્જન ડામોરની દલીલો ગ્રાહ્ય રાખીને ગુનાની ગંભીરતા અને પોલીસ પેપર દયાને દયાને લઈને અરજદાર આરોપીઓની આગોતરા જામીનઅરજી નામંજૂર કરતો હુકમ કરતાં કૌભાડકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સંતરામપુર નવાબજાર સ્થિત બેંક ઓફ બરોડા શાખામાં બહાર આવેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં જે તે સમયના બ્રાન્ચ મેનેજર ભુપેશ દિનેશ પુરોહિતની તાત્કાલિક દેવગઢ બારિયા ખાતે બદલી કરવામાં આવેલને જરૂરી તપાસ બાદ બેંક સત્તાધીશો દ્વારા આ બ્રાન્ચ મેનેજર ભુપેશ દિનેશ પુરોહિતને તેની ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.