સંતરામપુર,
સંતરામપુરમાં 123 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુબેરભાઈ વિજય થતા લુણાવાડા થી સંતરામપુર વિજય સરઘસ કાઢવામાં આવેલું હતું. કુબેરભાઈ ડીંડોર આજે ઘોડે સવારે કરીને પોતાના સમર્થકો સાથે ગાયત્રી માતાના દર્શન કરી ભમરી કુંડા માનગઢ પહોંચીને દર્શન કર્યા હતા. ત્યાર પછી આભાર વ્યક્ત કરવા માટે વિવિધ ગામોમાં વિજય સરઘસ કાઢીને વિજય ઉત્સવ મનાવવામાં આવેલો હતો. બીજેપી કાર્યાલય પર સમર્થકો મોટી સંખ્યામાં ડીજેના તાલ સાથે બીજો ઉત્સવ મનાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યાલય પર હાજર રહી ફટાકડા ફોડી વિજય સરઘસ કાઢવામાં આવેલું હતું.