સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારમાં આડેધર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિક સમસ્યા વિકળ બની

સંતરામપુર,

સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારનો વર્ષોથી સૌથી મોટો પ્રશ્ર્ન ટ્રાફિક સમસ્યાનો રહે છ.ે આ પ્રશ્ર્ન સંતરામપુરના વેપારીઓએ અને વાહન ચાલકોએ ચૂંટાયેલા પ્રતિનિધિ પાલિકા પોલીસ તમામને રજૂઆત કરવા છતાં પરંતુ ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન હજુ સુધી હલ કરવામાં આવેલો નથી. સવારથી સાંજ સુધી ગોધરા ભાગોળ વિસ્તારમાં આડેધડ રોડ ઉપર વાહનો પાર્કિંગ કરવાથી અને પથારાવાડાઓ રોડને અડીને જ દુકાન લગાવતા હોય છે. આજે જેના કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બનતી જાય છે. વાહન ચાલકો અને રાહતદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ઘણીવાર તો 108 અથવા એમ્બ્યુલન્સને જવા માટે પણ ભારે મુશ્કેલી પડતી હોય છે. સૌથી મોટી ટ્રાફિક સમસ્યાની હલ કરવા માટે પાલિકા અને પોલીસ તંત્ર નિષ્ફળ ગયેલી છે. વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ વ્યક્ત કર્યો હતો