સંતરામપુર,
સંતરામપુર નગરના પ્રતાપુરા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી મહાકાળી મંદિરની બાજુમાં કચરાના ઢગલા હટાવવા માટે પાલિકા નિષ્ક્રિય બનેલી હતી, પરંતુ મુખ્યમંત્રી નું આગમન લઈને કચરાના ઢગલા હટાવવાની કામગીરી હાથ ધરી સંતરામપુર નગરના પ્રતાપપુરા વિસ્તારમાં ધાર્મિક સ્થળ કહેવાતું મહાકાળી મંદિર પાસે ગયા રોજ મોટી સંખ્યામાં સવારને સાંજ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે પરંતુ નજીકમાં ઢગલાના કારણે દુર્ગન ફેલાતી હોય છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવાયેલું હતું. આ બાબતની નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકામાં ઘણીવાર શ્રદ્ધાળુ અને મંદિરના ટ્રસ્ટીઓ પણ સફાઈ માટે કહેવામાં આવવા છતાં એ કામગીરી કરવામાં આવતી ન હતી. આવા ધાર્મિક સ્થળો પાસે પણ પાલિકા પોતાની મનમાની ચલાવે છે સ્વચ્છતા રાખવામાં અને સફાઈ કરવામાં તેમની નિષ્કાળથી જોવાઈ રહેલી છે. જ્યારે સંતરામપુર પ્રતાપુરા વિસ્તારમાં આ મહાકાળી મંદિર પાસે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવવાની જાણ થતાં જ પાલિકા તાત્કાલિક મંદિરની પાસે એક વર્ષથી પડી રહેલા કચરના ઢગલા હટાવવા માટે ચાલુ કરી દેવામાં આવેલી હતી પરંતુ સંતરામપુર પાલિકા શ્રદ્ધાળાનું કે આમ સામાન્ય વ્યક્તિની વાત સાંભળવા તૈયાર નથી. જ્યારે કોઈ ગુજરાતના મિનિસ્ટર આવે તો કોઈને વગર જ કામગીરી કરવા લાગી જાય છે, પાલિકા એ કચરના ઢગલાતા હટાવ્યા તેની બાજુમાં ગવર્મેન્ટ કોટરની પાછળ ખાલી કર્યા પરંતુ તેની જગ્યા બદલી નહીં. પાલિકા માત્ર સરકારને સારૂં લગાવવા કામ કરે છે. સંતરામપુરની સામાન્ય નાગરિકો માટે સફાઈ વેરો પાણી વેરો તમામ વેરો ભરે છે, તેમને સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ ગયેલી છે અને તેમની વાત રાખવા તૈયાર નથી.